IIT મુંબઈ અને રાજસ્થાન સરકારના સોલર ઉર્જા લેમ્પ(સોલ) પ્રોજેક્ટથી આદિવાસીઓના જીવનમાં રોશની પથરાઈ. ડુંગરપુર,દોંવરા અને જોંથરા તાલુકાના 281 ગામડાઓમાં ચાલતાં પ્રોજેક્ટથી બે કામ થયા – મહિલાઓને સ્તરે રોજી મળી અને ગામડાઓમાં સૂર્યઉર્જા પહોંચી. અહીં બહેનો સોલાર લેમ્પનું એસેમ્બિંગ કરી રોજી મેળવી. બહેનોએ 20 હજાર લેમ્પ બનાવી 90 ગામડાઓમાં વેચ્યા. આમ, સૂર્યઉર્જાએ ગરીબોના જીવનમાં પ્રકાશ પાથર્યો.