હિંદુ ધર્મમાં ગ્રહોના પરિવર્તનનું ખૂબ મહત્વ છે. આ વર્ષે કુલ ચાર ગ્રહણ થવાના છે. જેમાંથી પહેલું ગ્રહણ 20મી એપ્રિલે એટલે કે આજે થશે. ગુરુવાર, 20 એપ્રિલ, 2023 ના રોજ, વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થવાનું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગ્રહણને કારણે વ્યક્તિની રાશિમાં પણ ફેરફાર જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણના કારણે વ્યક્તિની આસપાસની વસ્તુઓ પ્રભાવિત થાય છે, એટલા માટે ગ્રહણ દરમિયાન કોઈપણ પ્રકારના શુભ કામ ટાળવા જોઇએ તેવી એક પ્રચલિત માન્યતા છે.
આ વર્ષે, 20 એપ્રિલ 2023 ના રોજ થઈ રહેલ સૂર્યગ્રહણ વર્ષનું પ્રથમ ગ્રહણ બનવા જઈ રહ્યું છે. ગ્રહણ સવારે 07:04 થી પ્રારંભ થયો છે. જે બપોરે 12:29 કલાકે સમાપ્ત થશે. સૂર્યગ્રહણનો કુલ સમયગાળો 05 કલાક 24 રહેશે. જો કે, આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી સુતક સમયગાળાને ભારતમાં માનવામાં આવશે નહીં.