સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક દ્વારા હવે વિવાદાસ્પદ ટ્રેન્ડિંગ ફિચર્સ હટાવવા માટે તૈયારી કરી રહ્યું છે. ટ્રેન્ડિંગ ફિચર્સની જગ્યાએ ફેસબુક બ્રેકિંગ ન્યુઝ નોટિફિકેશન શામેલ કરી રહ્યું છે જેથી યુઝર્સને ભવિષ્યમાં સમાચારોના નવો અનુભવ આપવામાં આવી શકે. આ પહેલા ફેસબુક દ્વારા ૨૦૧૪માં ટ્રેન્ડિંગ ફિચર્સ રજુ કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ લોકોને લોકપ્રિય સમાચારના વિષયોને શોધવા માટે મદદ કરવાનો હતો.