ઈરાકની રાજધાની બગદાદમાં તારા ફરેસ નામની ૨૨ વર્ષીય મોડલની હત્યા તેની જીવનશૈલીના લીધે કરવામાં આવી છે. ફરેસ ગુરુવારે પોતાની પોર્શ કારમાં બગદાદના સારાહ વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી તે દરમ્યાન તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ઈરાકના ગૃહ મંત્રાલયે આ મામલે તપાસ શરુ કરી દીધી છે. ફરેસ સોશ્યલ મીડિયામાં ફેમસ હતી.