સુપ્રીમ કોર્ટે મંગળવારે સોશિયલ મીડિયાના દુરુપયોગ સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. કોર્ટે કહ્યું કે દેશમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ ખતરનાક છે. સરકારે તેને રોકવા તાકીદે કડક પગલાં લેવાની જરૂર છે. જસ્ટિસ દીપક ગુપ્તાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટ આ માટે કોઈ ગાઇડલાઇન્સ બનાવી શકે તેમ નથી ફક્ત સરકાર જ આ તેનો દુરુપયોગ રોકવા પગલાં લઈ શકે છે. જસ્ટિસ દીપક ગુપ્તાએ તો આ મુદ્દે સખત નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, સોશિયલ મીડિયા માટે સખત માર્ગરેખાઓ અને નિયમો ઘડવા જોઈએ. કારણ કે આનાથી તો મારી પ્રાઇવસી પણ સુરક્ષિત નથી, હું તો મારો સ્માર્ટફોન બંધ કરવા વિચારી રહ્યો છું.