ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 39 યાત્રીઓના મોત થયા છે. 39 પૈકી સૌથી વધારે મોત કેદારનાથ ધામમાં થયા છે. યમુનોત્રીમાં 12 લોકો તો ગંગોત્રીમાં સાત શ્રદ્ધાળુના મોત થયા છે. યાત્રીઓના હેલ્થ સ્ક્રીનિંગ પર ઉત્તરાખંડ સરકારનું ફોકસ છે. સોમવાર સાંજ સુધીમાં સવા સાત લાખ લોકો ચાર ધામ પહોંચ્યા હોવાનું નોંધવામાં આવ્યુ છે.