દેશમાં લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)ની તારીખો જાહેર થઈ ગઈ છે, વિવિધ પક્ષોએ જાહેર કરેલા ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ભાજપે અત્યાર સુધીમાં ચાર યાદી જાહેર કરી 297 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે ત્રણ યાદી જાહેર કરી અત્યાર સુધીમાં 139 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.