આસામમાં સતત થઈ રહેલા વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પૂર આવ્યું છે જ્યારે કેટલીક જગ્યાએ ભૂસ્ખલનથી સામાન્ય જન-જીવન ખોરવાઈ ગયું છે. રાજ્યમાં અંદાજે ૨૦ જિલ્લામાં બે લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. આસામ અને પડોશી રાજ્યો મેઘાલય, અરૂણાચલ પ્રદેશમાં પણ કેટલાક દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે. પૂર્વોત્તરમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં આઠ લોકોનાં મોત નીપજ્યાં છે. દરમિયાન કાશ્મીરમાં પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા, મેદાની વિસ્તારોમાં ભારે વરસાદથી સ્થિતિ કથળી છે.