જમ્મુ કાશ્મીરમાં બુધવારથી SMS સેવા શરૂ કરી દેવામાં આવશે. લગભગ 5 મહીના પહેલા વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યા બાદથી ત્યાં SMS સર્વિસ બંધ હતી. જમ્મૂ કાશ્મીરના પ્રધાન સચિવ રોહિત કંસલે જણાવ્યું કે, 31 ડિસેમ્બરની મધ્ય રાત્રીથી કાશ્મીરમાં SMS સેવા શરૂ થઇ જશે. સાથે જ સરકારે જમ્મુ કાશ્મીરની હોસ્પિટલોમાં બ્રોડબેન્ડ સેવા શરૂ કરવાની પણ જાહેરાત કરી છે.