દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના દિવસે પણ દિગ્ગજ નેતાઓ નિવેદબાજી તેમજ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપથી બચી શક્યા નથી. કેજરીવાલે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, આ વખતે દિલ્હીમાં મહિલાઓ પણ મતદાન માટે વધુ સક્રિય બની છે અને તેઓએ ઘરના પુરૂષોને પણ મતદાન કરવા જણાવવું જોઈએ. મહિલાઓએ મતદાન કઈ પાર્ટીને કરવું તે માટે પુરૂષો સાથે ચર્ચા કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, કેજરીવાલના આ ટ્વીટ પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ભડક્યા હતા અને તેમણે કેજરીવાલને મહિલા વિરોધી ગણાવ્ય હતા. સ્મૃતિ ઈરાનીએ ટ્વીટમાં કેજરીવાલના નિવેદન પર કટાક્ષ કરતા કહ્યું કે, મુખ્યમંત્રી કેજરીવાલ દિલ્હીની મહિલાઓએ એટલી સક્ષમ નથી સમજતા કે તેઓને કઈ પાર્ટીને મત આપવો છે તેનો જાતે નિર્ણય કરી શકે?
કેજરીવાલે ફરી પલટવાર કરતા જણાવ્યું કે, ‘સ્મૃતિજી, દિલ્હીની મહિલાઓએ કોને વોટ આપવો છે તે નક્કી કરી લીધું છે. સમગ્ર દિલ્હીમાં આ વખતે પરિવારનો વોટ મહિલાઓએ જ નક્કી કર્યો છે. આખરે ઘર મહિલાઓએ જ ચલાવવાનું હોય છે.’