-
દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ એટલી હદે વધી ગયું છે કે લોકોના આરોગ્ય માટે તે ગંભીર સમસ્યા બની રહી છે ત્યારે તેમાંથી દિલ્હીવાસીઓને કઇ રીતે બચાવવા કે યોગ્ય પગલા લેવા તે અંગે પણ રાજનેતાઓ એક થયાં નથી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપાય રૂપે વાહનો માટે ઓડ-ઇવન સ્કીમ જાહેર કરી તો તેનો વિરોધ કરાયો. કોઇએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી. પંજાબ અને હરિયાણા સરકાર ખેડૂતોને ખેતરોમાં પરાળ સળગાવીને પ્રદૂષણ નહીં ફેલાવવાનું કહી શક્તી નથી. આટલા ગંભીર મામલે પણ જો રાજનેતાઓ પોતાના અણગમા છોડવા તૈયાર ના હોય ત્યારે દિલ્હીવાસીઓ પાસે આ ખતરનાક વાયુ પ્રદૂષણ સહન કર્યે જ છૂટકો, એમ રાજકીય સૂત્રોએ જણાવ્યું હતું.