રાજ્યમાં પ્રી પેઇડ સ્માર્ટ મીટર (Smart Meters ) લગાડવાના મુદ્દે ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. ખાસ કરીને વડોદરા અને રાજકોટમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઇ રહ્યો છે. હવે આ મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. બીજી તરફ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવાશે. સ્માર્ટ મીટરની માગ કરનાર ગ્રાહકને વધુ એક મીટર લગાડાશે.