ભારતીય ઊર્જાનું ભવિષ્ય ઉજ્જવળ અને સુરક્ષિત છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જણાવ્યું હતું. સોમવારે ઈન્ડિયા એનર્જી ફોરમમાં વડાપ્રધાને ઊર્ર્જાની સુરક્ષા માટે પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે ૨૦૨૨ સુધીમાં અક્ષય ઊર્જાના લક્ષ્યને પહોંચી વળવા માટે દેશ યોગ્ય માર્ગ પર છે. તેમણે જણાવ્યું હતું કે ૨૦૨૨ સુધીમાં તેની ઇલેક્ટ્રિસિટી ગ્રીડમાં ૧૭૫ ગિગાવોટ અક્ષય ઊર્જાનો ઉમેરો કરવાનું લક્ષ્ય છે જેને સિદ્ધ કરવા માટે દેશ યોગ્ય માર્ગ પર છે, અને જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઇને ભારત જાળવી રાખશે. ઊર્જાના સંરક્ષણ માટે ભારતના પ્રયાસોની પ્રશંસા કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે પાછલા છ વર્ષ દરમિયાન ૧૧ મિલિયનથી વધારે સ્માર્ટ એલઇડી સ્ટ્રીટ લાઇટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. તેને કારણે દર વર્ષે અંદાજે ૬૦ બિલિયન યુનિટ્સની બચત થઈ છે. ગ્રીનહાઉસ ગેસ એમિશનમાં અંદાજે ૪.૫ કરોડ ટન ઘટાડો થયો હતો.