દેશમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા અને ગુજરાતના ધોલેરા જેવા વિવિધ રાજ્યોમાં 12 નવા ઔદ્યોગિક શહેરો બનાવવામાં આવશે. આ અંગે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડના (DPIIT) સચિવ રાજેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે, 'આવા બે સ્માર્ટ ઔદ્યોગિક શહેરો આંધ્રપ્રદેશમાં અને બિહારમાં વિકસાવવામાં આવી રહ્યાં છે. જેમાં નવા શહેરોને લઈને કેન્દ્રીય મંત્રીમંડળમાં સંપર્ક કરવામાં આવ્યો છે. બીજી તરફ, 12 નવા સ્માર્ટ ઔદ્યોગિક શહેરો તૈયાર થતાં દેશમાં કુલ 20 સ્માર્ટ શહેરો થશે.'