ગુજરાત સરકારે સ્માર્ટ કાર્ડ આધારિત ઈન્ટરનેશનલ ડ્રાઈવીંગ પરમીટની શરુઆત કરી. રાજ્ય સરકારે પ્રતિકરુપે 10 જેટલા વિદેશ જતા પ્રવાસીઓને આ પરમીટ આપી છે. આનાથી વિદેશ પ્રવાસે કે ટૂંકા ગાળા માટે જતા ભારતીય નાગરિકને ડ્રાઈવિંગની સમસ્યા ઉકેલાશે. સામાન્યપણે જે તે દેશમાં વાહન ચલાવવા માટે પરમીટ જે તે દેશની RTO આપે છે. પણ હવે રાજ્યમાંથી જ આ પરમીટ ઈસ્યુ થતાં પ્રવાસીઓને રાહત થશે.