ગુજરાતમાં 42 નાના પક્ષો છે. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં 11 ટકા મતો આ પક્ષોને મળેલા. સામા પક્ષે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું અંતર 9 ટકા મતોનું જ છે. જો આ નાના પક્ષો એક થાય તો મુખ્ય પક્ષોને ભારે પડે. આ ગણતરી સાથે નાના પક્ષો એક થઈ રહ્યા છે. આ સમીકરણથી ભાજપને લાભ,કોંગ્રેસને ગેરલાભ. કેશુબાપાને પણ ગઈ ચૂંટણીમાં 4 ટકા મત મળેલા.