મધ્યપ્રદેશના દેવાસમાં કચરો વીણનારા રણજિત ચૌધરીના દિકરા આશારામે AIIMSની પ્રવેશ પરીક્ષા પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી દીધી છે. તેણે ઓલ ઈંડિયા રેંકમાં 707મો સ્થાન મેળવ્યું છે. OBC કેટેગરીમાં તેણે 141મો ક્રમાંક મેળવ્યો છે. આશારામ દક્ષિણા ફાઉંડેશ દ્વારા સ્કોલરશિપ અને ઘરે ક્લાસિસ મળે તે સુવિધા પ્રાપ્ત કરનારા 75 વિદ્યાર્થીઓ પૈકીનો એક છે.