દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસ હવાનું દબાણ સર્જાતાં રાજ્યના અરવલ્લી સહીત અનેક જિલ્લામાં સતત મેઘમહેર થઇ રહી છે. રાજસ્થાનમાં સર્જાયેલા લો પ્રેશરથી ગુજરાતમાં હજુ બે દિવસ હળવા વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ ગત શનિવારે સાંજે તોફાની પવન સાથે આશરે દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. વાદળછાયું વાતાવરણ હોઇ હવામાનમાં ઠંડક પ્રસરી છે. ૩૦ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલની આગાહી છે.