ભારતમાં રિઅલ એસ્ટેટ સેક્ટરને કંટ્રોલ કરવા ‘ધ રિઅલ એસ્ટેટ(રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, 2016’ ઘડાયો. પહેલી મેથી તે અમલી પણ બન્યો. શહેરોમાં ‘ઘરનું ઘર’ કરવા ઈચ્છતી પ્રજાને થયું કે હવે તો બિલ્ડરોનો વારો છે. સરકાર ‘સાફસૂફી’ કરશે. પણ એવું કંઈ હજુ સુધી થયું નથી. દેશમાં 36 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 24 એ તો હજુ રેગ્યુલેટરી ઓથોરિટી રચી નથી. જ્યારે 16 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશોને આ નિયમો જાહેર કરવાનો વખત મળ્યો નથી. મતલબ કે વાતોના વડા થયા, પણ કંઈ નક્કર થયું નથી. કાયદા હેઠળ બિલ્ડરોએ પ્રોજેક્ટ અને અન્ય વિગતો વેબસાઈટ પર મૂકવી ફરજિયાત છે, પણ હજુ આવું કંઈ બન્યું નથી. કેન્દ્રએ કાયદાના અમલીકરણ માટે 1 ઓગસ્ટ, 2017ની ડેડલાઈન જરુર નક્કી કરી છે, પણ તે ચોક્કસ ચૂકાઈ જશે.