જ્યારથી કેમ્બ્રિજમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું છે ત્યારથી ભારતમાં તેમને લઈને હોબાળો સર્જાઈ રહ્યો છે. આ દરમિયાન સમગ્ર ભાજપ તેમની પાસે દેશની માફી માગવા માગ કરી રહ્યું છે. જ્યારે તેમને લઈને સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં પણ ભારે હોબાળાની સ્થિતિ યથાવત્ છે. તાજેતરના અહેવાલ અનુસાર બંને ગૃહોમાં રાહુલ ગાંધી વિરુદ્ધ નારેબાજી થતા સંસદની કાર્યવાહી આગામી 20 માર્ચ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરાઈ હતી.