આર્મીમાં મેજર તરીકે ફરજ બજાવતા અમિત દેશવાલનું આતંકવાદીઓ સાથેની અથડામણમાં મોત થયું. મેજરની પત્નિ નીતા પતિના અધુરા સપનાને પુરુ કરવા સેનામાં જોડાઈ. નીતા શોર્ટ સર્વિસ કમિશનમાં પસંદગી પામી. તેને સરકારમાં આરામદાયક નોકરી મળેલી, પણ તેને કઠીન રસ્તો સ્વીકાર્યો. ‘’ હું અંતર આત્માના અવાજને સાંભળું છું. અને એટલે જ મેં યુનિફોર્મ જોબ સ્વીકારી’’ નીતા કારણ આપે છે.