મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે સાઉદી અરેબિયા દ્વારા આયોજિત સત્તાવાર રાત્રિભોજનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી ન હતી. તેમણે પોતાનો સાઉદી પ્રવાસ ટૂંકો કર્યો છે. તે ભારત આવવા રવાના થઈ ગયા છે. આજે બુધવાર સવારે દિલ્હી પહોંચશે. પ્રધાનમંત્રી બે દિવસની સાઉદી મુલાકાતે ગયા હતા. પ્રધાનમંત્રી બુધવારે સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ટેલિફોન પર વાતચીત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથને નિશાન બનાવ્યું હતું, જેમાં લગભગ 26 લોકોના મોત થયા છે.