કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. જેમાં રાજસ્થાન માટે ચાર અને તમિલનાડુ માટે એક ઉમેદવારોના નામ જાહેર કર્યો છે. યાદીમાં રાજસ્થાનની અજમેર બેઠકથી રામચંદ્ર ચૌધરી, રાજસમંદથી સુદર્શન રાવત, ભીલવાડાથી ડો. દામોદર ગુર્જર અને કોટાથી પ્રહલાદ ગુંજલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સિવાય તમિલનાડુની તિરુનેલવેલી લોકસભા સીટ પરથી એડવોકેટ સી. રોબર્ટ બ્રુસને ટિકિટ આપી છે. આ પહેલા રવિવારે કોંગ્રેસે પાંચમી યાદી જાહેર કરી હતી. યાદીમાં રાજસ્થાનની બે લોકસભા અને મહારાષ્ટ્રની એક લોકસભા બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી.