મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવવા મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એક સગીર સહિત છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ મહિલાને ખેંચતો નજર આવ્યો હતો પોલીસે તેને પણ પકડી લીધો છે. આરોપીઓને પકડવા માટે રાજ્યભરમાં પોલીસની અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે. હિંસાના ડરથી મિઝોરમમાંથી મૈતેઈ સમુદાયના લોકો પલાયન કરી રહ્યા છે.