ભારતીય હવામાન વિભાગે આ વર્ષે ગરમી વધારે રહેવાનું અનુમાન લગાવ્યું છે. એપ્રિલથી જુન સુધી ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન અગાઉ ક્યારેય ન જોયા હોય તેવા હીટવેવ જોવા મળશે. આ વખતે હીટવેવવાલા ૨૦ દિવસ રહેવાની સંભાવના છે. સામાન્ય રીતે ઉનાળામાં હીટવેવવાળા આઠ દિવસ રહેતા હોય છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ મહિના સુધી દેશના છ રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, ઓડિશા અને આંધ્રમાં ગરમીની અસર વધારે રહેશે.