રાજધાની દિલ્લી સીમાપુરી વિસ્તારમાં બુધવારે સવારે લગભગ 2 વાગે એક અજાણ્યા ટ્રકે ડિવાઈડર પર સૂતા લોકોને કચડી નાખ્યા હતા. આ કરૂણ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ પોલીસે અજાણ્યા ટ્રકને શોધવાનો પ્રયાસ કરી રહી છે અને અનેક ટીમો બનાવી છે.