અમદાવાદના ઓઢવમાં વર્ષ 2009માં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં આજે સેશન્સ કોર્ટે ચુકાદો આપતા મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરી સહિત 6 લોકોને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. ઓઢવના લઠ્ઠાકાંડમાં 123 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આ કેસમાં સ્પેશિયલ સેશન્સ કોર્ટે 39માંથી 6 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે જ્યારે બાકીના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે ત્રણ પુરુષ દોષિતોને 10 વર્ષની અને ત્રણ મહિલાઓને સાડા ત્રણ વર્ષની સજા ફટકારી છે.
વર્ષ 2009ના ચક્કચારી ઓઢવ લઠ્ઠાકાંડ 123ના મોત અને 200 લોકોને ઝેરી દારૂની અસર થઈ હતી. આ ઘટનામાં વિનોદ ડગરી સહિત 33થી વધુની ધરપકડકરાઈ હતી. આ કેસમાં 650થી વધુ સાક્ષીઓના નિવેદન લેવાયા હતા.
કેમિકલ આપનારા જયેશ ઠક્કર અને દાદુ છારા પણ આ કેસમાં આરોપી છે. જણાવી દઈએ કે 28 જુલાઈએ ઓઢવના લઠ્ઠાકાંડનો ચુકાદો આવવાનો હતો પરંતુ રથયાત્રાના કારણે કોર્ટમાં ચુકાદો ટળ્યો હતો.