હરણી તળાવમાં સ્કૂલના બાળકોની બોટ પલટી જવાના બનાવની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ની રચના કરવામાં આવી છે. જ્યારે આ બનાવની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
હરણી તળાવમાં ગઈકાલે પિકનિક પર આવેલા ન્યુ સનરાઈઝ સ્કૂલના બાળકોની બોટ પલટી જતા 12 બાળકો, એક શિક્ષિકા અને મહિલા સુપરવાઇઝરના મોત નીપજયા હતા. ત્યારબાદ રાજ્યના ગૃહ મંત્રીએ કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી.