Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતને બદનામ કરવાના ષડયંત્રના ચકચારભર્યા કેસમાં મુંબઇની સીટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ સંસ્થાના સેક્રેટરી તિસ્તા શેતલવાડ, પૂર્વ આઇપીએસ અધિકારી આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ વિરૂધ્ધ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ) દ્વારા આજે અત્રેની મેટ્રોપોલીટન કોર્ટ નં-૧૧માં વિધિવત્ ચાર્જશીટ ફાઇલ કરાયુ છે. સીટ દ્વારા ફાઇલ કરાયેલા ચાર્જશીટમાં ૯૦ જેટલા સાક્ષીઓ, નવ પંચો અને અન્ય ૧૧ મહત્વના દસ્તાવેજી પુરાવાઓ સહિત કુલ ૧૦૧ સાક્ષીઓનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સીટ દ્વારા ચાર્જશીટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે, તિસ્તા સહિતના આરોપીઓ દ્વારા ખતરનાક કાવતરાના ભાગરૂપે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી, સરકારના ઉચ્ચ અમલદારો અને ભાજપના નેતાઓ-આગેવાનોને રમખાણોના કેસોમાં ખોટી રીતે સંડોવી-ફસાવી તેઓને મૃત્યુંદડની સજા કરાવવાનો હતો. કોર્ટે સીટના આ ચાર્જશીટને રેકર્ડ પર લીધુ હતું. 
મેટાના ફાઉન્ડર ઝકરબર્ગના ઘરે ફરી એક વખત ખુશીનું આગમન થવા જઈ રહ્યું છે. માર્ક ઝકરબર્ગ ફરી એક વખત પિતા બનવાના છે જેના કારણે તેઓ ખૂબ જ ખુશ છે. પોતાના આ ગુડ ન્યૂઝને તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર શેર કરતા પોતાની પત્ની સાથે એક તસવીર પોસ્ટ કરી છે. જેના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, મેક્સ અને અગષ્ટને આવતા વર્ષે એક નવી બહેન મળવા જઈ રહી છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ