બે દિવસ પહેલા આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં 12 ઇંચ સુધી વરસાદ ખાબકી ગયો હતો. જેના પગલે બોરસદ શહેરની સાથે અનેક ગામડાઓ પાણી પાણી થઈ ગયા હતા. ભારે વરસાદને પગલે આણંદનું સીસવા ગામ (Sisva village) બેટમાં ફેરવાયું છે. આણંદ જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે બે લોકોનાં મૃત્યું થયાના સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. આ ઉપરાંત ભારે વરસાદથી 20 જેટલા પશુ પણ મૃત્યું પામ્યા છે. બીજી તરફ હવામાન વિભાગ તરફથી આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. શનિવારે સવારે પ્રસિદ્ધ થયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 14 તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.