CM વિજયભાઇ રૂપાણી અને ન્યૂજર્સીના ગવર્નર ફિલીપ મૂર્ફીએ ન્યૂજર્સી-ગુજરાત વચ્ચે સિસ્ટર સ્ટેટ સંબંધો અંગેના એગ્રીમેન્ટ- MOU ગાંધીનગરમાં સંપન્ન કર્યા હતા. જે અંતર્ગત ગુજરાત અને ન્યૂજર્સી વચ્ચે આર્થિક વિકાસ, ક્લિન એનર્જી, હાયર એજ્યુકેશન, ટૂરિઝમ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન સહિત આરોગ્ય તેમજ વેપાર-રોકાણ ક્ષેત્રે MOU કરવામાં આવ્યા. જે થકી ગુજરાતમાં વધુ રોકાણો આવશે તેવી અપેક્ષા વિજયભાઇ રૂપાણીએ વ્યકત કરી હતી.