દિલ્હીમાં આજે (26 સપ્ટેમ્બર) મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી (MCD) ના સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી યોજાવાની હતી. જો કે, ચૂંટણીની તારીખ બદલી 5 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી, પરંતુ દિલ્હીના ઉપ-રાજ્યપાલ વીકે સક્સેનાએ આ અંગે હસ્તક્ષેપ કરતા નિર્દેશ આપ્યા કે સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી આજે જ યોજવામાં આવે. હવે આ મામલે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ઉપ-રાજ્યપાલ પર નિશાન સાધતા કહ્યું કે, 'પીએમ નરેન્દ્ર મોદીના નિર્દેશ પર એમસીડીમાં લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. અચાનક શું જરૂરિયાત આવી ગઇ કે રાતના 10 વાગ્યે ચૂંટણીના આદેશ આપવામાં આવી રહ્યા છે.'