સીબીઆઇએ એક્સાઇઝ નીતિ કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટી (આપ)ના નેતા મનીષ સિસોદીયાને દિલ્હીની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. કોર્ટમાં હાજરી દરમિયાન આજે સીબીઆઇએ સિસોદીયાના રિમાન્ડની માગ કરી ન હતી. કોર્ટે ૨૦ માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. કોર્ટના આદેશ પછી તેમને તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.