આજે સવારે અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો. જેને કોરોના સામેની સરકારની તૈયારીઓની પોલ ખોલી નાંખી. વાત જાણે એમ છે કે રાજેશભાઇ અમરસિંહભાઈને ગઈકાલે કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યાં છે. પરંતુ તેમને હજુ સુધી બેડની ફાળવણી કરવામાં આવી નથી અને તેમને જમીન પર પથારી કરી આપવામાં આવેલ છે એટલું જ નહીં તેમને જે વોર્ડમાં વ્યવસ્થા કરી આપવામાં આવેલ છે ત્યાં પંખો પણ નથી. વધુમાં તેમણે જણાવ્યું કે અમારી સાથે એક પોલીસ જવાન પણ એડમિટ છે જેમનું નામ નરેન્દ્રસિંહ બહાદુરસિંહ છે અને તેઓ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે ત્યારે અહીં એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જ્યાં બેડની વ્યવસ્થા નથી તે સરકાર ચાઇના જેવા વિકસિત દેશ સાથે પોતાની તુલના કરે છે તે આગામી સમયમાં કોરોના સંકટ સામે કઇ રીતે લડશે તે પણ એક ગંભીર પ્રશ્ન છે. ફક્ત વાહવાહી જ લૂંટવી એજ આ સરકારનું કામ રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે.
જોકે, હમણાં તાજી મળતી જાણકારી મુજબ, મીડિયામાં આ સમાચાર પ્રકાશિત થયાના ગણતરીના કલાકોમાં તંત્રે તાત્કાલિક આ બન્ને દર્દીઓ માટે ACવાળા રૂમની ફાળવણી કરી દીધી છે.