દેશને ફેમિના મિસ ઈન્ડિયા 2022 મળી ગઈ છે. સિની શેટ્ટી (Sini Shetty)એ મિસ ઈન્ડિયા 2022નો ખિતાબ જીત્યો છે. તે 21 વર્ષની છે અને કર્ણાટકની રહેવાસી છે. મિસ ઈન્ડિયા 2022ના ગ્રાન્ડ ફિનાલે ઈવેન્ટ 3 જૂલાઈના રોજ મુંબઈના જિયો કન્વેંશન સેંટરમાં યોજાયો હતો. વિજેતા સિની શેટ્ટી બાદ બીજા સ્થાન પર રાજસ્થાનની રુબલ શેખાવત રહી હતી. તે મિસ ઈન્ડિયાની પહેલી રનરઅપ રહી. બીજી તરફ ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરનારી શિનાતા ચૌહાણ બીજી રનરઅપ રહી હતી. મિસ ઈન્ડિયા 2022 ના ફિનાલેની રાત્રે તેઓ બધા ખૂબ જ સુંદર દેખાતા હતા.