વિશ્વભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. દુનિયામાં અત્યાર સુધી 1.66 કરોડ લોકો આ જીવલેણ બીમારીથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે ભારત દેશમાં પણ સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં આજે પણ 47 હજારથી વધુ કોરોના સંક્રમિત મળ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 47,704 નવા કેસ સામે આવ્યા છે. આ જ સમયગાળા દરમિયાન 654 લોકોના મોત થયા છે. તેની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 14,83,157 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધી કુલ 33,425 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
જોકે રાહતના સમાચાર એ છે કે, દેશમાં અત્યાર સુધી 9,42,744 દર્દીઓ કોરોનાની સારવાર મેળવ્યા બાદ સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હાલ દેશમાં કોરોનાના 4,96,988 એક્ટિવ કેસો છે.