અમદાવાદ શહેરના છેવાડે આવેલ સાયન્સ સિટી વિસ્તારમાં નકલેંશ્વરી માતા પાસેની ગૌશાળાના હિતાર્થે તાજેતરમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકગાયક કિર્તીદાન ગઢવીના ભજનો પર ડાયરો માણનાર મોજમાં આવી જતાં રીતસરનો નોટોનો વરસાદ થયો હતો. ડાયરામાં કરોડો રૂપિયાની નોટો ભજન માણનારાઓએ ઉડાડી હોવાના બિનસત્તાવાર અહેવાલ મળી રહ્યાં છે.