પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ સોમવારે ૪૦થી વધુ પ્રસિધ્ધ કલાકારોને ભાજપમાં જોડયાનું જાહેર કર્યું હતુ. તેના ૪૮ કલાકમાં જ હેમંત ચૌહાણે ભાજપમાં જોડાયા નથી તેવો વિડીઓ સોશ્યલ મિડિયામાં શેર કરીને ઘડાકો કર્યો કે, રાજકિય પક્ષમાં જોડાઈને મારે મારી નામનાને હલકી કરવી નથી. હું તો ભજન માટે જન્મ્યો છું, ભાજપ માટે નહી. આ નિવેદનથી સદસ્યતા અભિયાનને નામે ચાલી રહેલા ભાજપના ભરતીમેળાને ભારે ફટકો પડયો છે.
ભાજપ દ્વારા હાલમાં નામી કલાકારો, ડોક્ટરો, વકિલો, ર્ધાિમક- સામાજિક ક્ષેત્રને કાર્યરત નાગરીકોને ગાંધીનગર ખાતે શ્રી કમલમ્ ખાતે બોલાવી, કેસરી ખેસ ઓઢાડીને રાજકિય પાર્ટીનું સભ્યપદ આપવામાં આવી રહ્યુ છે. સોમવારે હેંમત ચૌહાણને પણ સદસ્યતા અપાઈ હતી.
ભજનિકની આવી રાજકિયવૃતિ સામે સોશ્યલ મિડિયામાં તેમના ચાહકોએ ભારે નારાજગી દર્શાવી હતી. ચૌહાણે ફેસબુક પર શેર કરેલા વિડીયોમાં તેમણે કહ્યુ કે, હું લોકગાયક અને ભજનિક છું, ભાજપની સિધ્ધીઓ બદલ બીજા સિનિયર ગાયકો, સંગીતકારોની સાથે અભિનંદન પાઠવવાના કાર્યક્રમમાં ગયો હતો.
પરંતુ, ત્યાં મારૂ સન્માન કરીને એવી જાહેરાત કરવામાં આવી કે હું ભાજપમાં જોડાઈ ગયો ! હું કલાકાર છું અને કોઈ એક રાજકિય પક્ષની વિચારધારાને વરેલો નથી. કોંગ્રેસની સરકાર વખતે પણ મારા સહિત બધા કલાકારોના સન્માન થતા હતા. એનો અર્થ એવો નથી કે કોંગ્રેસમાં જોડાઈ ગયા