ગાયિકા અનુરાધા પૌડવાલના પુત્ર આદિત્ય પૌડવાલનુ નિધન થઈ ગયું છે. તેઓ 35 વર્ષના હતા. છેલ્લા ઘણા સમયથી આદિત્ય કિડની સંબંધિત બીમારીનો સામનો કરી રહ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ હતા. સંગીત જગત માટે આ દુખદ સમાચાર છે. કિડની ફેલ થવાને કારણે આદિત્યનું નિધન થયું છે. આદિત્યના જવાથી પૌડવાલ પરિવાર માટે આ મુશ્કેલ સમય છે.
વર્ષ 2020 અનેક રીતે દુખદાયક સાબિત થઈ રહ્યું છે. એક તરફ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. તો એક બાદ એક સેલિબ્રિટી અને દિગ્ગજ પર્સનાલિટીની વિદાય લોકોને નિરાશ કરી રહી છે. હવે ઇન્ડસ્ટ્રીના જાણીતા સિંગર અનુરાધા પૌડવાલના પુત્ર આદિત્ય પૌડવાલનું 35 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. આ વાતની જાણકારી સિંગર-મ્યૂઝિશિયન શંકર મહાદેવને આપી છે.