રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ભારતની પી. વી. સિંધુએ જાપાનની એયા ઓહોરીને ૨૧-૧૪, ૨૧-૧૫થી હરાવીને એશિયન બેડમિંટન ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. ચીનના વુહાનમાં ચાલી રહેલી એશિયાની મેજર બેડમિંટન ટુર્નામેન્ટમાં હવે સિંધુનો મુકાબલો ચીનની હે બિંગજીઓ સામે થવાનો છે. વુહાન સ્પોર્ટસ સેન્ટર ખાતે રમાયેલી સિંધુ અને ઓહોરી વચ્ચેનો મુકાબલો એક તરફી રહ્યો હતો. વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજો ક્રમાંક ધરાવતી સિંધુએ બિનક્રમાંકિત જાપાનીઝ ખેલાડી સામે માત્ર ૪૦ જ મિનિટમાં વિજય પ્રાપ્ત કર્યો હતો