આજે નવા નાણાકીય વર્ષનો પ્રથમ દિવસ છે. દર મહિનાની પ્રથમ તારીખે એલપીજી ગેસ ની કિંમતમાં ફેરફાર થાય છે. જે પ્રમાણે આજે એલપીજીની નવી કિંમત જાહેર કરવામાં આવી છે. સરકારી ગેસ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં એક સાથે 250 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારે ઘરેલૂ સિલિન્ડરની કિંમત પર નહીં પરંતુ કૉમર્શિયલ ગેસ સિલિન્ડર પર કરવામાં આવ્યો છે. એટલે કે ઘરેલૂ ગેસ સિલિન્ડરના ગ્રાહકોને હાલ પૂરતી રાહત મળી છે. જોકે, હજુ 10 દિવસ પહેલા જ ઘરેલૂ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. બીજી તરફ 22 માર્ચના રોજ કૉમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં નજીવો ઘટાડો થયો હતો.
ઉલ્લેખનીય છે કે 22 માર્ચથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થવાની શરૂઆત થઈ છે. આ દિવસે સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો હતો. જોકે, આજે (1 એપ્રિલ, 2022)ના રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ પહેલા 10 દિવસમાં નવ દિવસ પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.