ગેંગસ્ટર દિપક કુમાર ઉર્ફે ટીનુ શનિવારે રાત્રે ચોથી વખત પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો છે. ટીનુ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સાગરિત હતો અને પોલીસ તેને સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં પૂછપરછ માટે રિમાન્ડ પર લઈ રહી હતી. ગેંગસ્ટર દીપક હાલમાં કપૂરથલા જેલમાં બંધ હતો. હાલ તેની શોધખોળ પુરજોશમાં ચાલી રહી છે.
દીપક સિદ્ધુ મૂસેવાલા હત્યાના માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નજીકનો સાથી છે. દીપકનું નામ તે ચાર્જશીટમાં હતું જેમાં હત્યામાં સામેલ 15 લોકો શૂટર, માસ્ટરમાઈન્ડ અને અન્ય રૂપમાં સામેલ હતા.