પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજ્ય કોંગ્રેસમાં આંતરિક સંઘર્ષ વચ્ચે હાઈકમાન્ડે નવજોતસિંહ સિદ્ધુને પંજાબ એકમના પ્રમુખ બનાવવાનો નિર્ણય લઈ લીધો છે. આ સાથે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચાર કાર્યકારી પ્રમુખોની પણ નિમણૂક કરાઈ છે. આ સંદર્ભમાં કેસી વેણુગોપાલ તરફથી એક પત્ર જાહેર કરીને આ માહિતી અપાઈ છે. પત્રમાં લખાયું છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ નિર્ણય લીધો છે. જોકે, આ નિર્ણયથી પંજાબ કોંગ્રેસમાં આંતરિક સંઘર્ષ વધુ વકરવાની આશંકા છે.