બે દિવસથી લાપતા કાફે કોફી ડેના સ્થાપક વી. જી. સિદ્ધાર્થનો મૃતદેહ બુધવારે મેંગલુરુમાં નેત્રાવતી નદીના કિનારેથી મળી આવ્યો હતો. પોલીસ, એનડીઆરએફ, કોસ્ટગાર્ડ અને સ્થાનિક માછીમારોની આઠ ટીમે 26 કલાક સુધી સિદ્ધાર્થની શોધખોળ કરી હતી. આ ટીમોમાં કુલ 200 જવાન હતા. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં આ મામલો આત્મહત્યાનો લાગી રહ્યો છે, પરંતુ સંપૂર્ણ તપાસ પછી જ આખરી નિર્ણય લેવામાં આવશે. દક્ષિણ કન્નડ જિલ્લાના ડે. પોલીસ કમિશનર શશીકાંત સેંથિલના કહેવા પ્રમાણે, પોલીસ અને માછીમારોની ટીમને સિદ્ધાર્થનો મૃતદેહ મળ્યો હતો. સિદ્ધાર્થના મિત્રોએ તેમની ઓળખ કરી હતી. મેંગલુરુની વેનલોક હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ પછી તેમનો મૃતદેહ ચિકમંગલુર લવાયો હતો.