હોનહાર અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરાને વેલેન્ટાઇન ડેએ પ્રપોઝ કર્યું હોવાની જાણકીરી મળી હતી. સિદ્ધાર્થે હાથમાં વીંટી સાથે પ્રિયંકાને પ્રપોઝ કર્યું હતું. પહેલાં તો પ્રિયંકા અવાક્ થઇ ગઇ હતી. પરંતુ થોડી સેકંડો પછી એણે હા પાડી હતી. જો કે એના ચહેરા પરથી એમ લાગતું હતું કે એ હા પાડવા માગતી નહોતી.