કોરોનાની રસી મેળવવા માટે સરકારની પ્રાથમિકતા ધરાવનારાની યાદીમાં સ્થાન મેળવવા માટે ગંભીર બીમારીથી પીડાતા ૫૦ વર્ષથી ઓછી વયના લોકોએ તેમની બીમારીની ગંભીરતા અંગેનું જનરલ પ્રેક્ટિશનર પાસેથી મેળવેલું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. એક્સપર્ટ પેનલ દ્વારા નક્કી કરાયેલા પ્રોટોકોલમાં આ બાબતનો સમાવેશ કરાયો છે. સત્તાવાર સૂત્રના જણાવ્યા અનુસાર કોમોર્બિડિટી ધરાવતા વ્યક્તિને સર્ટિફિકેટ આપતી વખતે ડોક્ટર પ્રોટોકોલ સાથે સૂચિત માપદંડો અને સ્કોરિંગ સિસ્ટમનો ઉલ્લેખ કરી શકે છે. ડોક્ટર દર્દીના ઉપલબ્ધ રેકોર્ડના આધારે આ સર્ટિફિકેટ જારી કરી શકશે. તેના માટે નવેસરથી ટેસ્ટ કરાવવાની કોઇ જરૂર નથી. કોરોનાની રસી માટે રજિસ્ટ્રેશન કરાવવા વ્યક્તિ કો-વિન આઇટી પ્લેટફોર્મ પર ડોક્ટરે આપેલું સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે.