જમ્મુ-કાશ્મીરમાં સ્ટેટ ઇન્ટેલિજન્સ એજન્સી (એસઆઈએ) દ્વારા ટેરર ફંડીગ ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે. તે નીચે કુલ ૧૨૫ મિલકતો જપ્ત કરાઈ છે તે પૈકી એકલાં જમાત-એ-ઇસ્લામની જ ૭૭ પ્રોપર્ટી સમાવિષ્ટ છે. આ પ્રોપર્ટીઓનો ઉપયોગ આતંકીઓને નાણાકીય સહાય પહોંચાડવામાં થતો હતો. આ જપ્ત થયેલી મિલકતો (નિવાસ સ્થાનો કે દુકાનો) વેચી નહીં શકાય કે ખરીદી પણ નહીં શકાય, કે તેને ભાડે નહીં આપી શકાય કે લીઝ ઉપર પણ આપી નહીં શકાય.