બંગાળની ખાડી,આંદામાન નિકોબાર ટાપુઓમાં તા.૧૯ મેથી ૭ જૂન સુધી સક્રિય નૈઋત્યનું ચોમાસુ ગુરુવારે કેરળ આવી પહોંચ્યું છે. ગુરુવારે કેરળના અનેક ભાગોમાં ભારે વરસાદ પડયો હતો તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. કેરલ અને તમિલનાડુના કન્નૌર, કોડાઈકેનાલ, અદિરામપત્તીનમ્ સુધી આ ચોમાસુ આવી પહોંચ્યું છે અને તેના પગલે કેરલમાં વ્યાપક વરસાદ વરસ્યો છે. જોકે, દેશમાં ચોમાસાના આગમનને ૭ દિવસનો વિલંબ થયો છે. આગામી પખવાડિયામાં ચોમાસુ ગુજરાત પહોંચવાની શક્યતા છે.