દુબઈમાં જીવનનાં છેલ્લાં શ્વાસ લેનાર ભારતીય ફિલ્મ જગતની અભિનેત્રી શ્રીદેવીની ફિલ્મ ચાલબાજ સુપરહિટ થઈ હતી. આ ફિલ્મના એક ગીત કિસી કે હાથ ના આયેગી યે લડકી...નું શૂટિંગ વરસતા વરસાદ વચ્ચે થયું હતું. ખૂબ ઓછા લોકોને ખબર છે કે એ સમયે શ્રીદેવીને 103 ડિગ્રી તાવ હતો છતાં શિડ્યુઅલ અનુસાર તેઓ સમયસર લોકેશન પહોંચી વરસતા પાણીમાં પણ તેમણે શૂટિંગ કર્યું હતું.