મહાકુંભના 45 દિવસમાં ત્રણ કરોડ લોકોએ રામલલ્લાના દર્શન કર્યા છે. જેમાં અયોધ્યા આવતાં શ્રદ્ધાળુઓએ ખુલ્લા દિલે ફંડ દાન કર્યું છે. જેની અસર હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર પણ જોવા મળી રહી છે. ટ્રસ્ટ ઝડપથી વિસ્તરી રહ્યું છે.
ભક્તોએ વિવિધ માધ્યમો દ્વારા 45 દિવસમાં રામ લલ્લાને રૂ. 20 કરોડનું દાન આપ્યું છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કુલ રૂ. 26.89 કરોડનું દાન મળ્યું છે. આ દરમિયાન 57 લાખ રૂપિયાનું વિદેશી દાન પણ પ્રાપ્ત થયું છે.